એમેઝોનના એક્ઝિકયુટીવ ચેરમેન જેફ બેઝોસે ફેડરલ રેગ્યુલેટર્સને જાણ કરી છે કે તેમણે બે અબજ ડોલરની કીંમતના એમેઝોનના ૧.૨ કરોડ શેરો વેચ્યા છે.
બેઝોસે યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને જણાવ્યું છે કે તેમણે સાત અને આઠ ફેબ્રુઆરીએ એમેઝોનના કુલ ૧,૧૯,૯૭,૬૯૮ શેરો વેચ્યા છે.
ઉલ્લેખનીય છે કે બેઝોસે ત્રણ દાયકા અગાઉ એક ગેરેજમાં એમોઝેનની શરૂઆત કરી હતી.
બેઝોસ દ્વારા વેચવામાં આવેલા શેરોની કુલ બજાર કીંમત ૨.૦૪ અબજ ડોલર આંકવામાં આવી છે.