ગુજરાતમાં કિસાન સંઘની સ્થાપના કરનારા જીવણભાઈ પટેલનું નિધન થયું છે. ખેડૂતો માટે આજીવન સંઘર્ષ કરનારા તેમજ તેમના હક માટે લડનારા અને જીવણદાદાના હુલામણા નામથી ઓળખતા જીવણ પટેલનું આજે 86 વર્ષની ઉંમરે UN મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. કોરોનાને માત આપ્યા બાદ ગઈ કાલે ફરી તેમની તબિયત લથડી હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીવણભાઈ પટેલને શ્રદ્ધાજલિ આપી હતી. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સંઘના વરિષ્ઠ નેતા જીવણભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.