કોરોના મહામારી મધ્યે દેશની ઇજનેરી અને મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે હાથ ધરાયેલી JEE-ગ્દઈઈ્ પરીક્ષાઓ મોકૂફ રાખવાની માગ કરતી ૬ રાજ્યોના મંત્રીઓ દ્વારા રિવ્યૂ પિટિશન સુપ્રીમ કોર્ટે શુક્રવારે રદ કરી દીધી હતી. ૧૭મી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે દેશભરમાં યોજાનારી JEE-NEETની પરીક્ષા યથાવત્ રાખવાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમના આ ચુકાદાને પડકારતાં મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ વિપક્ષ શાસિત ૬ રાજ્યોએ ચુકાદાની પુનઃસમીક્ષાની માગ કરતાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. પિટિશનમાં કેબિનેટ કક્ષાના ૬ મંત્રીઓએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ તેના ચુકાદાની સમીક્ષા નહીં કરે તો વિદ્યાર્થીઓને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે. ૧૭મી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે JEE-NEETની પરીક્ષાઓ મોકૂફ રાખવાની માગ કરતી સંખ્યાબંધ પિટિશનોની સુનાવણી બાદ આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, જીવનની ગતિ અટકાવી શકાય નહીં.