નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા JEE મેઈન્સના બીજા સત્રનું પરિણામ જાહેર કરાયું છે. ઉમેદવારો પરિણામ જાણવા માટે jeemain.nta.nic.in ની ઓફિશિયલ વેબસાઈટ પરથી સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. તો આ વર્ષે JEE એડવાન્સ્ડ પરીક્ષા 4 જૂને યોજાવાની છે. JEE Advancecનું પહેલું પેપર સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધીમાં અને તે જ દિવસે બીજું પેપર બપોરે 2:30થી 5:30 સુધીમાં લેવાશે.