નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ શુક્રવારે મોડી રાત્રે એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવેલી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) મેઈન 2025ના બીજા તબક્કાનું પરિણામ જાહેર કર્યું. JEE મુખ્ય સત્ર એક અને બીજા સત્રની પરીક્ષામાં કુલ 24 ઉમેદવારોએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. જેમાં રાજસ્થાનના ઓમ પ્રકાશ બેહેરા, સક્ષમ જિંદાલ, અર્ણવ સિંહ, રજિત ગુપ્તા, મોહમ્મદ અનસ, આયુષ સિંઘલ અને લક્ષ્ય શર્માએ ટોપ પર છે. જ્યારે ગુજરાતના શિવેન વિકાસ તોષનીવાલ અને અદિત પ્રકાશ ભગડે 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. ગુજરાતમાં શિવેન વિકાસ તોસનીવાલ અને આદિત પ્રકાશ ભાગડેએ 100 પર્સન્ટાઈલ રેન્ક મેળવીને ટોપ કર્યું હતું.