ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય અને જીએડીના એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ ટ્રેઈનિંગ ડિવિઝને તૈયાર કરેલા રિપોર્ટમાં દાવો કરાયો છે કે સીએમઓ, એમપી અને એમએલએની રજૂઆતોમાંથી માત્ર 32 ટકામાં જ અધિકારીઓ જવાબ વાળે છે. આ આંકડાઓ અને સરકાર દ્વારા થઈ રહેલા દાવા વચ્ચે વિરોધાભાસ છે. સરકારે સેવા સેતુ કાર્યક્રમ હેઠળ પ્રજાના 90 ટકા પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે, તેવો દાવો કર્યો, તેનાથી આ વિરોધાભાસી અહેવાલ છે.