મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ડોક્ટર્સને પહેલી એપ્રિલ સુધીમાં પ્રાઈવેટ ક્લિનીકમાં સ્વાઈપ મશીન ફરજીયાતપણે વસાવી લેવા આદેશ આપ્યો છે. તેમને સ્વાઈપ મશીન લગાડ્યું કે નહીં તેની ખરાઈ કરવા માટે બેંક સર્ટીફિકેટ પણ માંગવામાં આવશે. જો આમ કરવામાં ડોક્ટર નિષ્ફળ જશે તો લાયસન્સ રિન્યુ ન કરવા સુધીના પગલાં લેવામાં આવશે.