બનાસકાંઠાના મુક્તેશ્વર મઠના વિવાદિત સાધ્વી જયશ્રીગીરી પ્રકરણમાં રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. પોલીસ રિમાન્ડમાં સાધ્વીએ કબૂલ્યું કે તેણે ન્યૂ જ્વેલર્સમાંથી પાંચ કરોડ રુપિયાનું સોનું ખરીદ્યું હતું. આ સોનામાંથી કેટલોક હિસ્સો ફરાર આરોપી દક્ષ પાસે હોવાનું જણાવ્યું. ઉલ્લેખનીય છે કે સાધ્વીની ધરપકડ બાદ તેમના સાધકોના આક્ષેપોનો સીલસીલો પણ શરુ થયો છે, જેમાં હત્યાથી લઈને ખંડણી સુધીના આરોપ મૂકાયા છે.