ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી એકવાર ભાજપમાં પ્રવેશોત્સવ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને કૉંગ્રેસના નેતાઓ એક પછી એક ભાજપનો ખેસ પહેરવા લાઈનો લગાવી રહ્યા છે. ગાંધીનગર કમલમ ઓફિસમાં ઢોલ-નગારાં વાગી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસ કાર્યાલય ખાલીખમ દેખાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ નેતા જયરાજસિંહ પરમાર આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે પહોંચીને સીઆર પાટીલ, ગોરધન ઝડફિયા સહિત પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાધેલાની હાજરીમાં તેઓએ કેસરિયા કર્યા છે.