બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયાપ્રદાએ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમખાનની તુલના ફિલ્મ પદ્માવતના પાત્ર અલાઉદ્દીન ખિલજી સાથે કરી વિવાદ સર્જ્યો છે. લખનઉમાં ફિલ્મ પદ્માવત જોયા પછી જયાપ્રદાએ કહ્યું હતું કે આઝમખાને પણ ચૂંટણી સમયે તેમને આ રીતે સતાવ્યાં હતાં. તેમણે પરોક્ષ રીતે ખીલજીની ક્રૂરતા સાથે આઝમખાનના વ્યવહારની તુલના કરી હતી.