ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં છબીલ પટેલની મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે. ભાગેડુ જાહેર કરાયેલા છબીલની વિરૂધ્ધ તપાસ એજન્સી રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, રેલવે પોલીસે છબીલ પટેલને ભાગેડુ જાહેર કરવાની કલમ 70 મુજબની અરજી ભચાઉ કોર્ટમાં કરી હતી. 13મી ફેબ્રુઆરીએ કોર્ટે આ અરજીને માન્ય રાખતા પોલીસે તેને ભાગેડુ જાહેર કર્યો છે.