કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા મામલે આરોપી છબીલ પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી છે. હાઈકોર્ટે છબીલ પટેલના જામીન મંજુર કર્યા છે. શરતોના આધારે જામીન મંજુર કરવામાં આવ્યાં છે. આ કેસની તપાસમાં સાથ સહકાર આપવાની શરતે જામીન મંજુર કરવામાં આવ્યાં છે.
કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને છબીલ પટેલ અને તેમના વેવાઇ રસિક પટેલની SITએ ધરપકડ કરી હતી. તેમજ હત્યાના મુખ્ય સાક્ષી પવન મૌર્યની પણ ધરપકડ કરાઇ હતી. ત્યારે આ મામલે પાંચ મહિના અગાઉ છબીલ પટેલ અને સાથી આરોપીઓની જામીન અરજીને ગાંધીધામ સેશન્સ કોર્ટે ફગાવી હતી. ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ હાઈકોર્ટના શરણે ગયા હતા. જેમાં તેમણે રેગ્યુલર જામીન અરજી કરી હતી, અરજી પર આજે (સોમવાર) હાઈકોર્ટમાં સુનાવણી થઇ હતી. જેમાં છબીલ પટેલને શરતોના આધારે જામીન મળ્યા છે. જણાવી દઈએ કે, આ મામલે અગાઉ હાઈકોર્ટે આરોપી રાહુલ અને નીતિનના જામીન મંજૂર કર્યા હતા.