Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જાણીતા લેખક-વક્તા જય વસાવડા તેમજ એમના વાચકોના નામે વધુ એક કિર્તીમાન નોંધાયો છે. માત્ર નવ જ દિવસમાં જય વસાવડાના ૧૦ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું બુકિંગ થયું છે અને એ પૈકી ૨.૫૧ લાખથી વધુની રકમ પીએમ કેરમાં વાચકોના નામે જમા કરાવવામાં આવશે.

તમે દેશ-વિદેશમાં જોયું જ હશે કે જાણીતી નેશનલ-ઈન્ટરનેશનલ કંપનીઓ કોઈ શુભહેતુ માટે ચોક્કસ પ્રોડક્ટની ખરીદી પર ડિસ્કાઉન્ટ જાહેર કરે અને તમે એ પ્રોડક્ટ ખરીદો એટલે એ ખરીદીની અમુક ટકા રકમ ચેરિટીમાં જમા કરાવે. ફિલ્મની ટિકિટ બુકિંગની સર્વિસથી માંડીને કોફીના વેચાણ સુધી આવી સ્કિમો જોવા મળતી જ હોય છે. જય વસાવડા અને નવભારત સાહિત્ય મંદિરે ગુજરાતના ઈતિહાસમાં અને વિશ્વમાં પહેલીવાર પુસ્તકોના વેચાણના માધ્યમથી કોરોનાપીડિતો માટે ફંડ રાઈઝિંગની સ્કિમ જાહેર કરી હતી.

જે મુજબ નિશ્ચિત સમય મર્યાદામાં જે વાચકો તેમના પુસ્તકોનું ઓનલાઈન બુકિંગ કરાવે તેમને પુસ્તક પર ૨૫ ટકા ડિસ્કાઉન્ટ અને ડિસ્કાઉન્ટ જેટલા જ રુપિયા વાચકોના નામે પીએમ કેરમાં જમા થવાના હતાં. આ ઉપરાંત લોકડાઉન બાદ ભારતભરમાં ફ્રી ડિલિવરીની પણ જાહેરાત કરવામાં આવી હતી. એટલે ૨૫ ટકા ડિસ્કાઉન્ટ, ૨૫ ટકા પીએમ કેરમાં અને હોમ ડિલિવરીનો ચાર્જ એ બધાની છૂટછાટ મળીને લેખક-પ્રકાશકે વાચકોને કુલ ૬૦ ટકા જેટલી છૂટ આપી હતી. એ પણ ઓલરેડી પ્રોડક્શન કોસ્ટના પ્રમાણમાં જેની કિંમત ઓછી છે એવા જય વસાવડાના હજારોની સંખ્યામાં વેંચાતા બેસ્ટસેલર પુસ્તકોમાં.

મહાવીર જન્મ કલ્યાણકથી માંડીને આંબેડકર જયંતી સુધી માત્ર નવ દિવસ સુધી ચાલેલા આ ફંડ રાઈઝિંગ કેમ્પેઈન કમ વાંચન-સેવા યજ્ઞને ગુજરાતથી માંડીને મુંબઈ અને વિશ્વભરના ગુજરાતીઓએ અકલ્પનીય પ્રતિસાદ આપીને વધાવી લીધો હતો. અને માત્ર નવ જ દિવસમાં અધધ... દસ લાખ સાત હજાર એકસો રૂપિયાના પુસ્તકોનું ઐતિહાસિક બુકિંગ નોંધાયું હતું. 

આ સાથે જ 'ગુજરાતીઓ વાંચતા જ નથી અને પુસ્તકો ખરીદતાં નથી' - તેવા મહેણાંને ગરવી ગુજરાતી પ્રજાએ વધુ એકવાર ખોટું પાડી બતાવ્યું છે. ગુજરાતીઓએ વધુ એકવાર સાબિત કર્યું કે સેવાકાર્ય અને વાચનયજ્ઞ નિમિત્તે તેઓ બુક માટે પોતાની ચેકબુક ખુલ્લી મુકતા અચકાતાં નથી.

જય વસાવડા અને અમદાવાદના નવભારત સાહિત્ય મંદિરે કરેલી આ અનોખી પહેલના સેવાયજ્ઞમાં થયેલી જાહેરાત મુજબ ૧૦ લાખથી વધુના પુસ્તક વેચાણની ૨૫ ટકા રકમ એટલે કે ૨,૫૧,૭૭૫ રૂપિયા જય વસાવડા કે રોનક શાહના નામે નહીં, પણ વાચકો એટલે કે 'જય વસાવડા લવર્સ'ના નામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પીએમ કેરમાં જમા કરાવવામાં આવશે. એની સાથે જ પુસ્તક ખરીદનારા પ્રત્યેક વાચકના નામની યાદી પણ જોડવામાં આવશે. આ તમામ ઓર્ડર્સ અને વાચકોની સંપૂર્ણ યાદી સોશિયલ મીડિયા અને નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ પર પારદર્શક રીતે જાહેર કરવામાં આવી છે.

જય વસાવડા જણાવે છે કે, 'મોટાભાગના વાચકો એવા છે જેઓ આ પુસ્તકો પ્રગટ થયા ટાણે જ ખરીદી ચુક્યા હતાં. તેમની પાસે આ પુસ્તકો ઓલરેડી હોવા છતાં પુસ્તકોની ક્વોલિટીને ધ્યાનમાં રાખીને ભેટમાં આપવાના હેતુ સાથે અને વડાપ્રધાન માટેના વિશ્વાસથી કોરોના સામે લડતમાં માનવતા ખાતર કેવળ મારી ઇન્ટરનેટની હાકલે ફરીથી ખરીદ્યાં છે. ઘણાંએ પુસ્તકનો ઓર્ડર નોંધાવી પુસ્તકો જેમને ભેટ મોકલવા છે એમનું ડિલિવરી એડ્રેસ આપ્યું છે. મુંબઈ અને પરદેશથી પણ એવી રીતે ઓર્ડર મળ્યા છે. કેટલાક પ્રેમીઓએ એકસાથે કેટલાક સેટ્સ ગિફ્ટ માટે લીધા છે. વાચકોએ પુસ્તકોની ડિલિવરી લોકડાઉન પછી મળવાની હોવા છતાં આટલા મોટા પાયે બુકિંગ કરાવ્યું એ પણ વાચકોના પ્રેમ અને વિશ્વાસની નિશાની છે.'

હું ફોટો પડાવી કોઈ ચેક સીધો સીએમને આપી શક્યો હોત, પણ મારે આ શુભકાર્યમાં ‘માનવ સાંકળ’બનાવી વાચકોને જોડવા હતા : જય વસાવડા

જય વસાવડા કહે છે કે, 'અમે વાચકોને જેટલા ટકા ડિસ્કાઉન્ટ આપીએ એટલા જ એટલે કે ૨૫ ટકા અમારા વતી પીએમ કેરમાં આપવાની જાહેરાત કરી હતી. જેથી વાચકોને એક રીતે અડધી કિંમતમાં પુસ્તક મળે અને તેઓ પીએમ કેરમાં જતાં દાનમાં સહભાગી પણ બને. હું વ્યક્તિગત ચેરિટી તો સતત આરીગ્ય અને શિક્ષણ માટે કરતો જ રહું છું. આમાં દાન આપી વ્યક્તિગત વાહવાહી લૂંટવી કે કોઈ મોટી રકમ ભેગી કરવી એવો હેતુ નહોતો. હેતુ પોઝિટીવ હ્યુમન ચેઈન બનાવવાનો હતો. મારા પુસ્તકો આમ પણ સતત વેંચાતા રહે છે. એની પ્રોડકશન ને ડિઝાઈન ક્વોલિટી અંત્યંત ખર્ચાળ છે, જે હું ભોગવું છું. 

એટલે અહીં તો મારે અંગત રીતે આર્થિક આવકનો અભાવ જ સ્વીકારવાનો હતો, પણ મેં પહેલેથી જ નક્કી રાખ્યું હતું કે વ્યાખ્યાનોમાં હું કહું એ વિન વિન સિચ્યુએશનની વાત અમલમાં મૂકીને મારે કોઈ પણ રીતે આ સત્કાર્યમાં વાચન અને વાચકોને જોડવા હતાં. જેથી ગુજરાતી વાચકો લેખકને કેવો પ્રેમ કરે છે, અને આપણે પણ જગતથી આગળ વિચારીને તરત પરિણામ પણ મેળવી શકીએ છીએ, એની નકકર સાબિતી દુનિયાને આપી શકાય. આમાં આપણા વડાપ્રધાન મોદીસાહેબ માટે લોકોનો વિશ્વાસ અને આપણા વારસામાં રહેલી માનવતાની સુવાસ પણ પ્રગટ થાય છે. ઘણી બાબતોની જેમ આમાં પણ ભારત દેશને કાયમ માટે ગૌરવ મળે એવી ઐતિહાસિક વૈશ્વિક સિદ્ધિ અપાવવામાં ગુજરાત અગ્રેસર રહ્યું, એનો આનંદ અવિસ્મરણીય છે.

તેઓ આ કાર્યના વિચારબીજ વિશે વાત કરતાં ઉમેરે છે કે, 'આ વિચારબીજ ગાંધીજીની કથની-કરણીમાંથી સૂઝ્યું છે. ગાંધીજીએ દાંડીમાં માત્ર એક જ ચપટી મીઠું ઉપાડેલું, એક વ્યક્તિ કાયદા વિરુધ્ધ જઈને માત્ર એક ચપટી મીઠું ઉપાડે એનાથી સરકારનું શું બગડી જાય? પણ ગાંધીની દાંડીકૂચથી અંગ્રેજ સરકાર થરથરતી હતી એનું કારણ એ હતું કે તેમણે એ વિચાર સાથે દેશભરના લોકોને જોડ્યાં હતાં. માનસિક રીતે પ્રગતિશીલ અને સદ્વિચારના પ્રેમીઓની ટીમ ઇન્ડિયા પોતે ઘસારો વેઠીને બનાવી હતી. મારે પણ એમનામાંથી પ્રેરણા મેળવીને લોકોને આવા સેવાયજ્ઞમાં જોડવા હતાં. આવું ઘણા પોતપોતાની રીતે કરે છે,એ સહુને વંદન. પણ અમારો પ્રયોગ એક જ લેખકના એ ય સ્થાનિક ભાષામાં છપાયેલા પુસ્તકો બાબતે અભિનવ હતો. વળી,મારા સોશ્યલ મીડિયાની પોસ્ટસ સિવાય એમાં કોઈ જ અન્ય દબાણ કે જાહેરાતનું કેમ્પેઈન નહોતું.  આ સોશ્યલ મીડિયાના ફેનબેઝના સદુપયોગનો ય પ્રયોગ હતો.

અમે લોકોને વાઈરસ સામે વાચન વાઈરલ કરવા, કોરોના સામે કિતાબ કહીને એક આંગળી ચિંધી અને લોકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો. આ વાચનવિસ્તારના વિચારસહાય યજ્ઞમાં શહેર-ગામડાં, હિન્દુ-મુસ્લિમ, અમીર-ગરીબ, સ્ત્રી-પુરુષ  એમ દરેક વર્ગના લોકો જોડાયાં. આ પ્રસંગે જે લાગણી થઈ રહી છે તેને શબ્દોમાં વ્યક્ત કરવી શક્ય જ નથી. હું કાયમ રીડિંગ કલ્ચર માટે મારા જ નહી, જગતભરના શ્રેષ્ઠ સાહિત્યના પ્રસાર માટે પ્રયાસ કરતો જ રહું છું.  એ જ બેહતર મનુષ્ય બનાવશે ને અમુક સમસ્યાઓ ઉકેલશે સારા નાગરિકોના ઘડતરથી,ડિપ્રેશન કે આપઘાત ઘટાડી નવીનતાનો સ્વીકાર કરાવશે. પણ જશ એમાં માત્ર મારા ચાહકોને જાય છે. એમના થકી જ હું મોટો થયો છું. આ બ્રાન્ડ બિલ્ડિંગ મારું નહિ, પણ ‘જેવી લવર્સ’નું છે. એ જ નામે, એમના વતી જ ફંડ જમા થશે. આવું કોઈ લેખકે અગાઉ કર્યું નથી. આ મારો એમના માટે જાહેર ઋણ સ્વીકાર છે. વાચકો અને મારા કાયમી વિતરક નવભારતના રોનક શાહના સહકાર વિના આ શક્ય જ નહોતું. તમામ ગુજરાતીઓ આમ જ સતત વાંચતા અને વિચારતા રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.' 

વેંચાયેલા પુસ્તકોની યાદી : સૌથી વધુ પ્રેમ કૃષ્ણ ભગવાન પરની “જેએસકે”ને મળ્યો

- પુસ્તક અને બુકિંગ સંખ્યા

જેએસકે (જય શ્રી કૃષ્ણ) - 473
સુપરહીરો સરદાર - 397
જય હો! - 375
યે દોસ્તી... બુક ઓફ ફ્રેન્ડશીપ - 321
મમ્મી-પપ્પા - 256
નોલેજ નગરિયાં - 234
પ્રિત કિયે સુખ હોય - 201
યુવા હવા - 194
સાયન્સ સમંદર - 192
સાહિત્ય અને સિનેમા - 179
ખાતાં રહે મેરા દિલ - 169
વેકેશન સ્ટેશન - 153

વાચકોના 'જયકારા' : લોકોએ પોતાને મળનારું ડિસ્કાઉન્ટ પણ કોરોના ફંડમાં નાંખવા કહ્યું

અમદાવાદ નવભારત સાહિત્ય મંદિરના અને સતત ખડે પગે આમાં દોડી પછી અન્ય લેખકોને પણ પ્રેરિત કરી જોડનારા યુવા સંચાલક રોનકભાઈ શાહ જણાવે છે કે, 'અમારા પર કેટલાય વાચકોના ફોન આવી રહ્યાં છે કે આ પુસ્તકોની ખરીદી પર જે 25 ટકા ડિસ્કાઉન્ટ મળે છે એ પણ અમારે નથી જોઈતું. તમે એ પણ કોરોના ફંડમાં મોકલી આપજો. ગુજરાતી પ્રજાની આ દરિયાદિલી જોઈને ખરેખર ગદગદ થઈ જવાય છે. ડિજીટલ થયેલી લાઈફમાં પુસ્તકો વધુ મસ્તકો સુધી પહોંચે એ માટે અંગત જીવનનો ભોગ આપી આ સમયે પણ મહેનત કરીએ છીએ. લોકડાઉનના લીધે ડિલીવરી ક્યારે થાય એ કહેવું શક્ય નથી, છતાં પણ જે રીતે વાચકોએ અમારા પર ભરોસો મુક્યો, એ અમને વધુ સારું કામ કરવા પ્રોત્સાહન આપે છે. જયભાઈના પુસ્તકો કાયમ બેસ્ટસેલર લિસ્ટમાં જ હોય છે. ઘણી વાર અમારી પાસે સ્ટોક ખૂટી જાય એટલી ડિમાન્ડ રહે છે. આ વિચાર એમની સાથે જોડાયો એનો આનંદ છે, એમના ચાહકોની ગુડવિલ વિના આટલી સફળતા ન મળી હોત. મોટી ઓનલાઈન બૂક સેલિંગ કરતી કંપનીઓ વ્યક્તિગત મદદ માટે ઉપલબ્ધ નથી રહેતી. પણ અમે દરેક બાબતે કોઈ પણ પુસ્તકપ્રેમી ગ્રાહકનો તરત વ્યક્તિગત સંપર્ક કરી એમને સેવાઓ ચોવીસે કલાક આપીએ છીએ.’

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ