ઉત્તર પ્રદેશના ચંદોલીમાં કથિતરીતે જય શ્રી રામ ન બોલવા પર એક સગીર યુવકને જીવતો સળગાવવામાં આવ્યો છે. યુવકની હાલત ગંભીર છે અને BHUના ટ્રોમા સેન્ટરમાં તેની સારવાર ચાલી રહી છે. પીડિત સગીર યુવકનો દાવો છે કે, જય શ્રી રામ ન બોલવાની સજા તેને આપવામાં આવી છે. જોકે, પોલીસનું કહેવું છે કે, પીડિત સગીર યુવક વારંવાર નિવેદન બદલી રહ્યો છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, પીડિતે સૌથી પહેલા જણાવ્યું હતું કે, મહારાજપુર ગામ તરફ તે દોડવા ગયો હતો, જ્યાં તેને 4 છોકરાઓ મળ્યાં, તે ચારેય છોકરાઓ તેને ખેંચીને ખેતરમાં લઈ ગયા અને તેના પર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી.