ભારતીય સેનાના વધુ એક જવાને વીડીયો પોસ્ટ કર્યો. જૂનાગઢના માળીયા હાટીનાના જોગીદાસ સિંધવે વીડીયોમાં કહ્યું :“બજેટમાં જવાનોના કલ્યાણ માટે જંગી રકમ ફળવાય છે, પણ ચિત્ર નોખું છે. કેટલાક યુનિટમાં તો જાણે કે જવાનોને ભોજન પોષણ માટે નહીં, પણ જીવવા માટે અપાતું હોય તેવું છે. જવાને સ્પષ્ટતા કરી, મેં ફરિયાદ કરી, પણ પરિણામ ન મળ્યું. નાછુટકે આ વીડીયો પોસ્ટ કરું છું.