ટીમ ઈન્ડિયાનો અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયામાં સતત તબાહી મચાવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક પછી એક રેકોર્ડ બનાવ્યા અને તોડ્યા બાદ બુમરાહે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે.
જસપ્રીત બુમરાહ હવે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. આ મામલે તેણે પૂર્વ સ્પિનર બિશન સિંહ બેદીને હરાવ્યા છે. સિડની ટેસ્ટમાં માર્નસ લાબુશેનને આઉટ કરતાની સાથે જ બુમરાહના નામે આ મોટી સિદ્ધિ નોંધાઈ ગઈ છે.