ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આ મહિને પાકિસ્તાનની યજમાનીમાં રમાશે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે ફાઇનલ 9 માર્ચે રમાશે. આ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી. જેમાં ઇજાગ્રસ્ત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને લઈને સસ્પેન્સ હતું. પરંતુ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે પોતાનો નિર્ણય જાહેર કર્યો છે.