ગુજરાતમાં દલિત સમાજ સાથે અન્ય જ્ઞાતિના લોકો દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવે છે. દલિતો પર હુમલાઓ સતત વધી રહ્યા છે. જ્યારે એક તરફ દલિત યુવાનોના વરઘોડા રોકવામાં આવી રહ્યા છે એવા માહોલ વચ્ચે સમરસતા ભરી ઘટના સામે આવી છે. આ પ્રસંગ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વેળાવદરમાં સામે આવ્યો છે.
આખી ઘટના એવી છે કે ગારિયાધારથી જિગ્નેશ ડી. વરઝારાની જાન લઇને વેળાવદર આવ્યા હતા તેના વિશે વાત કરતા દિનેશભાઇ અંજારીયાએ અમને જણાવ્યું હતું કે અમે ગારિયાધારથી જાન લઇને વેળાવદર જવાના હતા, વેળાવદરમાં રાજપુતોની વસતી આશરે 150 ઘર જેટલી છે જ્યારે 200 ઘર પટેલ સમાજના છે. દલિતો વસતી 10 ઘર જેટલી બહુ જ ઓછી છે. અને રોજબરોજ જાતી-જાતી વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ ભાવનગર જિલ્લાના એક ગામમાં રાજપુતોએ સામે ચાલીને પોતાનો ઘોડો દલિતોને વરઘોડા માટે આપ્યો અને દલિતોના પ્રસંગમાં સામેલ પણ થયા અને વરઘોડો કાઢવામાં મદદ પણ કરી છે
સમરસતાનો આ પ્રસંગ વિષે વધુમાં માહિતી આપતા દિનેશભાઇ જણાવે છે કે આ ગામના રાજપુતોને લગ્ન યોજાવાના હોવાની અમે જાણ કરતા તેઓએ અમને સામે ચાલીને પોતાનો ઘોડો આપ્યો. સાથે તેઓ લગ્ન પ્રસંગમાં રાજપૂત સમાજના કેટલાક આગેવાનો અમારી સાથે પણ રહ્યા. ગામમાં અમે રાજપુત ભાઇઓની સાથે મળીને ડીજેના તાલે નાચતા નાચતા વરઘોડો કાઢ્યો, કોઇએ પણ અમને રોક્યા કે ટોક્યા નહીં, આ ગામમાં દલિતોના અગાઉ પણ વરઘોડા નિકળી ચૂક્યા છે. આમ એક પ્રકાર સમરસતા દાખલો બેસાડ્યો છે.