છેલ્લા કેટલાક વર્ષોથી જાપાની નાગરિકોમાં જૈનધર્મ પ્રત્યેની આસ્થા વધતી જાય છે. આથી દર વર્ષે ભારતમાં હસ્તિનાપુર, પાલિતાણા અને શંખેશ્વર વગેરે જૈનતિર્થોની મુલાકાત લે છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા પાંચ વર્ષમાં 1200થી વધુ જાપાનીઓ શાકાહારી બન્યા છે. હમણાં આઠ વર્ષના બાળકોથી માંડીને 30 વર્ષના યુવાનોએ જાપાનથી પાલિતાણા આવીને વરસી તપના પારણા અને દીક્ષા મહોત્સવમાં ભાગ લીધો હતો.