જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા શનિવારે બે દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કિશિદાનું સ્વાગત કર્યું હતું. અહીં કિશિદા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ સિવાય તેઓ 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં પણ ભાગ લેશે. જાપાનના અખબારે અહેવાલ આપ્યો છે કે કિશિદા તેમની મુલાકાત દરમિયાન ભારતમાં જાપાની કંપનીઓ દ્વારા સીધા રોકાણમાં વધારો અને ક્ષમતા વિસ્તરણની જાહેરાત કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન કિશિદા લગભગ 300 બિલિયન યેનની લોન પર સહમત થવાની અપેક્ષા છે.