દર વર્ષે દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટનુ લિસ્ટ જાહેર કરનાર સંસ્થાએ આ વર્ષના સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશોની યાદી બહાર પાડી છે.
આ લિસ્ટમાં જાપાનનો પાસપોર્ટ પહેલા સ્થાને છે.બીજા શબ્દોમાં કહીએ તો જાપાનના પાસપોર્ટને દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણવામાં આવ્યો છે.આ ગણતરી એ આધારે થાય છે કે, એક દેશના નાગરિકોને અન્ય કેટલા દેશોમાં વિઝા ઓન એરાઈવલની સુવિધા સાથે પ્રવેશ કરવા માટે પરવાનગી છે.આ ગણતરી કરવા માટે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિસેશનના ડેટાનો આધાર લેવામાં આવે છે.
આ ગણતરી પ્રમાણે જાપાનનો પાસપોર્ટ પહેલા નંબરે છે.જાપાનના નાગરિકોને દુનિયાના 191 દેશોએ વિઝા ઓન એરાઈવલની સુવિધા આપી છે.બીજા નંબરે સિંગાપુર છે.જેના નાગરિકોને 190 દેશમાં આ સુવિધા મળે છે.ત્રીજા ક્રમે રહેલા દક્ષિણ કોરિયા અને જર્મનીના નાગરિકોને 189 દેશમાં આ સુવિધા અપાય છે.જ્યારે ચોથા નંબરે ઈટાલી, ફિનલેન્ડ, સ્પેન અને લક્ઝમબર્ગ છે.ભારત આ લિસ્ટમાં 85મા સ્થાને છે.ભારતના નાગરિકોને દુનિયાના 58 દેશોમાં વિઝા ઓન એરાઈવલની સુવિધા છે.