જાપાની ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બિટપોઇન્ટને હેક કરીને ૩.૫ અબજ યેન (૩.૨ કરોડ ડોલર) ઉઠાંતરી થયાની ઘટના બનતાં બિટપોઇન્ટે પોતાની તમામ સેવા સ્થગિત કરી દીધી હતી. રિમિક્સ પોઇન્ટ ઇન્ડસ્ટ્રીઝની માલિકી ધરાવતા એક્સચેન્જમાં ઉઠાંતરી થઈ હતી. કંપનીએ જણાવ્યું હતું કે ૨.૫ અબજ યેન જેટલા ભંડોળની ઉઠાંતરી થઈ અને તે નાણા ગ્રાહકોના હતા. ઘટનાને પગલે રી-મિક્સ પોઇન્ટના શેરમાં ૧૯ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
એક્સચેન્જના હોટ વોલેટમાંથી ભંડોળની ઉઠાંતરી થઈ હતી. તે વોલેટ બિટકોઇન અને કેશ બિટકોઇન, રીપલ અને એધરમ ક્રિપ્ટોકરન્સી સહિત પાંચ ક્રિપ્ટોકરન્સી ધરાવતા હતા. જોકે કોલ્ડ વોલેટમાંથી ઉઠાંતરી થયાનું ધ્યાને નહોતું આવ્યું. કોલ્ડ વોલેટ વધુ સુરક્ષા ધરાવતું વોલેટ છે. ઘટના પ્રકાશમાં આવતાં જ એક્સચેન્જે તમામ વ્યવહાર સ્થગિત કરી દીધા હતા.