જાપાનના ટુરિઝમ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અકીમોટોએ આજે અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે શનિવારે સવારે કાલુપુર રેલવે સ્ટેશનના 12 નંબર પ્લેટફોમની મુલાકાત લીધી હતી. તેમણે પોતાના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત લીધી હતી. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ સાઈટની પણ મુલાકાત પણ લીધી હતી. તેમણે કામગીરીના વખાણ કર્યાં હતા. પશ્ચિમ રેલવેના અધિકારીઓએ તેમને તમામ માહિતી પૂરી પાડી હતી.