ગુજરાતમાં થઈ રહેલા ઝડપી વિકાસ અને ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં લઈને આ ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતના શહેરો, ગ્રામીણ વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓમાં આવી રહેલા બદલાવને ધ્યાનમાં લઈને આ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના વિકાસને અવિરત વેગ મળતો રહે અને વધી ગયેલા ભાવ મુજબ નાગરિકોને તેમની સ્થાવર મિલકતના ભાવ મળતા રહે તે માટે નવી જંત્રી જાહેર કરવામાં આવી છે.તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ૧૮મી એપ્રિલ ૨૦૧૧ના જંત્રીમાં જ્યાં રૂ. ૧૦૦ નક્કી કરવામાં આવ્યા હોય ત્યાં જંત્રીના દર ૨૦૦ ગણવાના રહેશે. આ સાથે જ ૨૦૧૧ની જંત્રીની ગાઈડલાઈન્સને રદ કરી દેવામાં આવી છે. તેમ જ તેની સામે નવેસરથી બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સનો અમલ કરવાનો રહેશે.