જામનગરમાં ચાલુ વર્ષે ચોમાસાની વરસાદની અછતને કારણે જગતના તાતની પરિસ્થિતિ ખરાબ થઈ છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વાવડી ગામે રહેતા આધેડ ઉમરના ખેડૂત રાણાભાઇ ગાગિયાએ પાક નિષ્ફળ જતાં આત્મહત્યા કરી લીધી હતી. જેના કારણે પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. જોકે, તંત્ર દ્વારા પાકના કારણે ખેડૂતોની આત્મહત્યા નકારવામાં આવી છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વાવડી ગામે રહેતા અને વાવડી ગામની સીમ વિસ્તારમાં 10 વીઘા જમીન ધરાવતા રાણાભાઇ ગાગિયાએ કપાસનો પાક વરસાદની અછતના કારણે નિષ્ફળ જતા આત્મહત્યા કરી છે. તેમના પુત્ર તથા ભાઈ અને પરિવારજનો જણાવ્યું કે, પાક નિષ્ફળ જવાથી તેઓ ઘણા દિવસથી ચિંતિત જણાતા હતા અને આજે આ અંતિમ પગલું ભર્યું હતું. ઘરના મોભીએ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું છે.