લોકસભામાં શુક્રવારે લાંબી ચર્ચા બાદ જમ્મુ -કાશ્મીર અનામત (સુધારો) ખરડાને ધ્વનિમતની મંજૂરી આપી દેવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ -કાશ્મીર અનામત ખરડો, ૨૦૦૪ સુધારા માટે લોકસભામાં રજૂ કર્યો હતો. અમિત શાહે કહ્યું કે જમ્મુ કાશ્મીર માટે અનામત કાયદામાં સુધારા હેઠળ રાજ્યના નબળાં, પછાત વર્ગ અને આંતરરાષ્ટ્રીય સરહદે રહેતા લોકો માટે નવેસરથી અનામતની જોગવાઈ કરી છે. એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમાએ રહેનાર લોકોને શેલ્ટર હોમમાં રહીને ભણવું પડતું હોય છે. ઘણા દિવસો સુધી સ્કૂલ બંધ રહે છે તેને કારણે તેમના ભણવા પર અસર પડે છે આથી તેમને અનામતનો લાભ અપાઈ રહ્યો છે. આનાથી તેનાથી જમ્મુ-કાશ્મીરના સાડા ત્રણ લાખ લોકોને લાભ મળશે. આ અનામત ખરડો કોઈને ખુશ કરવા માટે નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદની આજુબાજુ રહેતા લોકોના હિતો માટે છે. એલઓસીની સાથે જ આંતરરાષ્ટ્રીય સરહદે રહેનાર લોકોને પણ અનામતનો લાભ મળશે.