જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. છેલ્લા કેટલાક સમયથી ઘાટીમાં આતંકવાદને પ્રોત્સાહન આપનારા આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે NIAએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં હિઝબુલ મુજાહિદ્દીનના અન્ય એક આતંકવાદીની સંપત્તિ જપ્ત કરી છે. જે આતંકવાદીની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તે ગયા મહિને 20 ફેબ્રુઆરીના રોજ રાવલપિંડીમાં ઠાર કરવામાં આવ્યો હતો. NIA અધિકારીઓએ આ માહિતી આપી છે.