જમ્મુ-કાશ્મીર માં આતંકવાદ સામે ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. ગંડોહમાં સેનાએ સફળ ઓપરેશન પાર પાડીને ત્રણ વિદેશી આતંકવાદીઓને ઠાર કર્યા છે. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ કરી અને તેના આધારે આતંકવાદીઓના મુખ્ય મોડ્યુલનો પર્દાફાશ થયો. આ આતંકી મોડ્યુલ તાજેતરની ઘૂસણખોરીમાં પણ સામેલ હતો. આ મોડ્યુલના કારણે ડોડા, ઉધમપુર અને કઠુઆના ઉપરના વિસ્તારોમાં આતંકવાદી ગતિવિધિઓ વધી છે.