જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મુએ કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જલ્દી જ વિધાનસભા ચૂંટણી યોજાશે. તેમણે આ જાણકારી તલવાડા જિલ્લામાં પાસિંગ આઉટ પરેડ દરમિયાન આપી હતી. ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મુએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં જલ્દી જ વિધાનસભા ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરૂ થશે. ઉલ્લેખનીય છે કે પાસિંગ આઉટ પરેડ બાદ 1155 જવાન જમ્મુ કાશ્મીર સિવાય જુદી-જુદી વિંગમાં સામેલ થયાં.