જમ્મુ કશ્મીર સરકારે સાત પંચો નાબૂદ કરવાના કરેલા નિર્ણયમાં માનવ અધિકાર પંચ અને માહિતી પંચનો પણ સમાવેશ કરાયો હોવાની માહિતી મળી હતી. જણાવી દઈએ કે જે સાત પંચો નાબૂદ કરવાનો નિર્ણય રાજ્યે લીધો છે એમાં માનવ અધિકાર પંચ, માહિતી અધિકાર પંચ, ગ્રાહક ફરિયાદ નિવારણ પંચ, રાજ્ય વિદ્યુત નિયામક પંચ, મહિલા અને બાળ વિકાસ પંચ, દિવ્યાંગ લોકો માટેનું ખાસ પંચ અને સ્ટેટ ટ્રાન્સપરન્સી કમિશનનો સમાવેશ થાય છે. રાજ્યના જે પંચોને નષ્ટ કરાઇ રહ્યાં છે એ હવે સીધા કેન્દ્રના તાબામાં આવશે અને કેન્દ્રના ઇશારે કામ કરશે.