જમ્મુ કાશ્મીરના શ્રીનગર-જમ્મૂ હાઈવે પર બનિહાલ ટનલ પાસે એક કારમાં થયેલા શંકાસ્પદ વિસ્ફોટના પગલે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. સીઆરપીએફનો કાફલો કારથી ઘણો દૂર હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે દૂર હોવા છતાંય સીઆરપીએફની એક બસને સામાન્ય નુકસાન થયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી હુમલાનો પ્રયાસ હોય તેવુ લાગતુ નથી, કદાચ કારમાં ગેસનું સિલિન્ડર ફાટ્યું હોય તેવુ બની શકે છે. હાલમાં મામલાની તપાસ ચાલી રહી છે. જણાવી દઈએ કે, કારનો ડ્રાઈવર કાર છોડીને ફરાર થઈ ગયો છે. જેના કારણે આ ઘટના વધારે શંકાસ્પદ બની છે.
ઉલ્લેખનીય છે કે, પુલવામામાં ગત 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલાના ટાર્ગેટ કરવા માટે વિસ્ફોટકો ભરેલી કારનો ઉપયોગ થયો હતો.જેમાં 40 જવાનો શહીદ થયા હતા.