પાકિસ્તાન પોતાની હરકતો છોડી નથી રહ્યું. ઘૂસણખોરીમાં નિષ્ફળતા બાદ પાકિસ્તાને હવે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ડ્રોન ગતિવિધિઓ તેજ કરી છે. જમ્મુના સાંબા ખાતે રવિવારે 4 શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા. આ ડ્રોન બડી બ્રહમના ક્ષેત્રમાં આર્મી કેમ્પ પાસે જોવા મળ્યા હતા. સાંબામાં સતત બીજા દિવસે ડ્રોન ગતિવિધિઓ જોવા મળી રહી છે. શનિવારે પણ સ્થાનિક લોકોએ 3 અલગ-અલગ વિસ્તારોમાં ડ્રોન જોયા હતા.
જાણવા મળ્યા મુજબ જમ્મુ કાશ્મીરના પોલીસ જવાનોએ રવિવારે બડી બ્રહમનાના બીરપુર, બડી બ્રહમનાના બિસ્નાહ રોડ પર 157 ટીએ કેમ્પ પાસે, ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રમાં અને બડી બ્રહમના પેટ્રોલ પંપ પાસે ડ્રોન જોયા હતા. જોકે જવાનોએ આ દરમિયાન ફાયરિંગ નહોતુ કર્યું. આ ડ્રોન રેન્જથી બહાર ઉડી રહ્યા હતા. જોકે પોલીસ કર્મચારીઓએ આ મામલે આર્મીના જવાનોની મદદ માગી હતી.