જમ્મુ-કાશ્મીરના પાટનગર શ્રીગરના પરાવિસ્તાર લવાયાપોરામાં સૈન્ય સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર થયા છે. રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન આ સફળતા મળી છે. સર્ચ ઓપરેશન વખતે એક મકાનમાં છુપાયેલા આતંકીઓએ જવાનો પર ગોળીબાર શરૂ કર્યો હતો. સૈન્ય કમાન્ડરે અથડામણની વિગતો આપતાં જણાવ્યું હતું કે, માર્યા ગયેલા ત્રણેય લોકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. આ ઉપરાંત અથડામણ સ્થળે કેટલાક સ્થાનિક યુવાનોએ આતંકીઓને બચાવવા માટે સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો.