જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 29-30 ઓગસ્ટના રોજ રાત્રે મોડી આતંકવાદીઓએ સ્થાનિક પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના પેટ્રોલિંગ દળ પર હુમલો કર્યો. આ પછી શરૂ થયેલી અથડમણમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફે ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડમણમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પણ શહીદ થઇ ગયા છે.
અથડમણ શ્રીનગર જિલ્લાના પંથ ચોક વિસ્તારમાં થઇ હતી. એક પોલીસ અધિકારીએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકીઓની લાશ મળી આવી છે.
માર્યા ગયેલા આતંકીઓ પાસેથી શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો છે.
અધિકારીના કહેવા મુજબ અથડામણ પૂરી થઈ ગઇ છે. ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા છે.
આતંકીઓની ઓળખ થઈ નથી. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.