સમગ્ર રાજ્યમાં હવે દિવસે અને રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમ કપડાં પહેર્યા વિના ઘરની બહાર નીકળવું મુશ્કેલ લાગે છે. ઉત્તરપૂર્વ દિશાથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનો ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં હિમવર્ષાને લીધે રાજ્યમાં શિયાળો જામ્યો છે. ભારતીય હવામાન ખાતાએ આપેલી માહિતી પ્રમાણે, સોમવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિઅસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી નીચું હતું.