મધ્ય કાશ્મીરનો બડગામ જિલ્લો આતંકવાદી પ્રવૃત્તિઓનું એક નવું હોટસ્પોટ બની ગયો છે, ખાસ કરીને ટાર્ગેટેડ હત્યાઓની સીરિઝને લઈને. તે સુરક્ષા દળો સામે મોટો પડકાર છે. આ વર્ષે માર્ચ બાદથી શ્રીનગર પુલવામા અને બારામૂલા જિલ્લાની સરહદને અડેલા બડગામમાં 5 ટાર્ગેટ હત્યાઓ થઈ ચૂકી છે.
સુરક્ષા મામલે જાણકારી રાખતા અધિકારીઓએ કહ્યું કે, જિલ્લામાં અનેક આતંકવાદી મોડ્યૂલ સક્રિય છે જેનાથી આ હત્યાઓ થઈ રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે, અમે જોયું છે કે, આતંકવાદી બડગામમાં લોકોને ટાર્ગેટ કર્યા બાદ દક્ષિણ કાશ્મીર તરફ ભાગી જાય છે. અમરીન ભટની હત્યા કરનારાઓને પુલવામામાં ગોળી મારીને મારી નાખવામાં આવ્યા હતા. જે આ વાતનો સંકેત છે કે, સ્થાનિક આતંકવાદીઓ ઉપરાંત દક્ષિણ કાશ્મીરના આતંકવાદી પણ બડગામ જિલ્લામાં સક્રિય છે.