જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોએ 3 આતંકીઓનો ખાતમો કર્યો. જ્યારે બે આતંકીઓ હજુ પણ છૂપાયેલા હોવાની આશંકા છે. આતંકીઓ તરફથી સતત ફાયરિંગ થઈ રહ્યું છે. જેનો સુરક્ષાદળો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોએ અંસાર ગજવાતુલ હિન્દના ચીફ ઈમ્તિયાઝ અહેમદને ઘેરી રાખ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે બાબા મોહલ્લામાં આતંકીઓ હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ અભિયાન ચલાવ્યું. આ દરમિયાન આતંકીઓ સાથે અથડામણ થઈ અને અત્યાર સુધીમાં 3 આતંકીઓ માર્યા ગયા છે.