જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. આતંકી અથડામણમાં બે આતંકીઓને ઠાર કરાયા છે. જો કે ઓપરેશન હજુ પૂરું થયું નથી અને વિસ્તારમાં સર્ચ અભિયાન ચાલુ છે. સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે મળીને જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યુ.
LeT નો ટોપ કમાન્ડર ઠાર
જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજી વિજયકુમારે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક લશ્કર એ તૈયબા(LeT) નો ટોપ કમાન્ડર ફયાઝ વાર છે. જે નાગરિકો અને સુરક્ષા દળો પર થયેલા અનેક હુમલાઓ અને હત્યામાં સામેલ હતો. છેલ્લે તેણે ઉત્તર કાશ્મીરમાં આતંકી ઘટનાને અંજામ આપ્યો હતો. હજુ બીજા આતંકીની ઓળખ થઈ નથી. પરંતુ કહેવાય છે કે તે પણ લશ્કર એ તૈયબા સાથે જ જોડાયેલો હતો.