જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓનું નાપાક કૃત્ય સામે આવ્યું છે. પુલવામામાં આતંકીઓએ બિન કાશ્મીરી મજૂરને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળી વાગવાથી કામદાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત થયેલા બિન કાશ્મીરી મજૂરને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર ઘાયલ મજૂરની ઓળખ મુનિરુલ ઈસ્લામ તરીકે થઈ છે. આ મજૂર મૂળ પશ્ચિમ બંગાળનો છે. ઘાયલ મજૂરને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.