પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે બેઠક પહેલા કોંગ્રેસે કહ્યું કે, પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો અને ચૂંટણી કરાવવી લોકતંત્રની ફરી સ્થાપના કરવાની એકમાત્ર રીત છે. અહીં એક સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતા પાર્ટી મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યુ- હું તમારૂ ધ્યાન 6 ઓગસ્ટ, 2019ના કોંગ્રેસ કાર્યસમિતિના પ્રસ્તાવ તરફ આકર્ષિત કરવા ઈચ્છુ છું, જેમાં સ્પષ્ટ રૂપથી જમ્મુ-કાશ્મીરને ફરી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી હતી. અમે માનીએ છીએ કે તેને ખતમ કરવું લોકતંત્ર અને બંધારણીય સિદ્ધાંતો પર સીધો હુમલો છે.
તેમણે કહ્યું- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું માનવું છે કે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો અને ચૂંટણી કરાવવી જરૂરી છે, જેથી લોકો દિલ્હીના શાસનની જગ્યાએ પોતાના પ્રતિનિધિઓની ચૂંટણી કરી શકે. આ પૂર્ણ લોકતાંત્રિક અધિકારની ગેરંટી આપવાની એકમાત્ર રીત છે. તેમણે કહ્યું, આ પ્રધાનમંત્રી અને ભાજપને નક્કી કરવાનું છે કે બેઠક કરવી છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, બંધારણ અને રાજ્યના લોકોની માંગનો સ્વીકાર કરવો છે.