જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના પંપોર વિસ્તારમાં આજે સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આ અથડામણમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા. જમ્મુ-કાશ્મીર પોલીસે જાણકારી આપી છે કે સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી દીધી છે અને હવે સર્ચ ઑપરેશન ચાલુ છે.
પોલીસે જણાવ્યુ કે ઠાર મરાયેલા આતંકવાદી કોણ છે અને કયા આતંકી ગ્રૂપ સાથે જોડાયેલા હતા. આની જાણકારી હજુ સામે આવી નથી. પોલીસ અધિકારીઓએ કહ્યુ કે અમે પંપોર વિસ્તારમાં કેટલાક આતંકવાદી છુપાયા હોવાની જાણકારી મળી હતી.
જે બાદ હવે અમારા જવાન વિસ્તારમાં સર્ચ ઑપરેશન કરવા ગયા તો આતંકવાદીઓએ તેમની પર ફાયરીંગ કર્યુ. જવાબી કાર્યવાહીમાં જ્યારે સેનાએ ફાયરીંગ કર્યુ તો એક આતંકવાદી ઠાર મરાયો. સેનાએ અથડામણના સ્થળેથી હથિયાર અને ફાયરીંગ સહિત કેટલીક આપત્તિજનક સામગ્રી પણ જપ્ત કરી છે.