જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા આર્ટિકલ 370ની જોગવાઈઓ ખતમ કરવા સામે પડકાર આપનારી 8 અરજીઓ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટમાં જે 8 અરજીઓ પર સુનાવણી થશે તેમાં રાજ્યથી આર્ટિકલ 370 હટાવવા, જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની પ્રમાણભૂતતા અને ત્યાં લગાવવામાં આવેલા વિશેષ પ્રતિબંધોનો પણ સમાવેશ છે. આ અરજીઓમાં એક અરજી કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદ દ્વારા કરવામાં આવેલી છે, જેમાં તેઓએ પોતાના ગૃહ રાજ્ય જમ્મુ કાશ્મીરમાં જવાની મંજૂરી અંગેની છે.
જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી તમામ અરજીઓની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. એ. બોબડે અને એસફ અબ્દુલ નજીરની બેંચ કરશે. જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ (JKPC) પાર્ટીના પ્રમુખ સજ્જાદ લોને પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવતા રાજ્યથી આર્ટિકલ 370ની જોગવાઈઓ ખતમ કરવા અને રાજ્યના પુનર્ગઠનની પ્રમાણભૂતતાને પડકારી છે. ઉલ્લેખનીય છે કે આ અરજીઓની સાથે જ બાળ અધિકારી કાર્યકર્તા ઈનાક્ષી ગાંગુલી અને પ્રોફેસર શાંતા સિન્હાએ પણ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ બાળકને ગેરકાયદેસર રીતે ઘરોની અંદર કેદ રાખવા સાથે જોડાયેલી અરજી દાખલ કરી છે.