Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણય વિશે દેશને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ રોજગારી પર વધુ ભાર મુકયો છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં દુનિયાનું સૌથી મોટુ ટુરિસ્ટ ડેસ્ટીનેશન બનવાની ક્ષમતા છે.

વધુમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં દુનિયાનું સૌથી મોટુ ટુરિસ્ટ ડેસ્ટીનેશન બનવાની ક્ષમતા છે. તેના માટે બદલાવ કરવામાં આવી રહ્યો છે.પણ તેમાં મને દરેક હિન્દુસ્તાનીનો સાથ જોઇએ છે. એક જમાનો હતો જ્યારે બોલીવુડની શુટિંગ માટે કાશ્મીર પસંદગીની જગ્યા હતી. હવે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિઓ સામાન્ય થશે તો દેશ જ નહીં, દુનિયાભરના લોકો અહીં શુટીંગ કરવા આવશે. દરેક ફિલ્મ તેની સાથે જમ્મુ કાશ્મીરના લોકો માટે રોજગારના ઘણા મોકા લઇને આવશે. હું તમિલ, તેલુગુ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને તેના માટે આગ્રહ કરીશ. જે લોકો ટેક્નોલોજીની દુનિયાથી જોડાયેલા હોય તેમને આગ્રાહ છે કે તેમની નીતિઓમાં , નિર્ણયોમાં એ વાતને પ્રાથમિકતા આપે કે જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે ટેક્નોલોજીનો વિસ્તાર કરી શકાય. અહીંના યુવા તેજસ્વી અને ઓજસ્વી છે. જ્યારે અહીં કોમન સર્વિસ સેન્ટર અને ટેક્નોલોજીનો વિસ્તાર થશે એટલું જમ્મુ કાશ્મીરના ભાઇ બહેનોનું જીવન આસાન થશે.

સરકારે જે નિર્ણય લીધો છે તે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના એ યુવાઓને પણ મદદ કરશે જે સ્પોર્ટ્સની દુનિયામાં આગળ વધવા માગે છે. નવા સ્ટેડિયમ, સાઇન્ટિફીક ટ્રેનીંગ તેમને દુનિયામાં ટેલેન્ટ દેખાડવામાં મદદ કરશે. કાશ્મીરનો બચ્ચો દેશનું નામ રોશન કરશે.

કાશ્મીરી શાલ હોય કે કલાકૃતિ, કે પછી સફરજન હોય કે કેસર, તેનો પ્રસાર દુનિયાભરમાં કરવાની જરૂર છે.હર્બલ પ્રોડક્ટ જમ્મુ કાશ્મીરમાં વિખરાયેલા પડ્યા છે. તેથી તેનું દુનિયામાં માર્કેટ હોવું જોઇએ. ઉદ્યમીઓને આગ્રહ છે કે જમ્મુ કાશ્મીરના આ પ્રોડક્ટ્સને દુનિયાભરમાં પહોંચાડવા માટે આગળ આવે.લદ્દાખમાં સ્પિરીચ્યુઅલ ટુરીઝમ, એડવેન્ચર ટુરીઝમ અને ઇકો ટુરીઝમનું સૌથી મોટું કેન્દ્ર બનવાની ક્ષમતા છે. સોલાર પાવર જનરેશનમાં પણ લદ્દાખ કેન્દ્ર બની શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ