એલઓસી ખાતે પડકારજનક ડ્યુટી બાદ આસામ રાઈફલની મહિલા સૈનિક હવે આંતરિક સુરક્ષાનો મોરચો પણ સંભાળશે. આ મહિલા સૈનિકોએ ઉત્તરી કાશ્મીરના તંગધાર સેક્ટરમાં ડ્રગ તસ્કરો વિરૂદ્ધ અભિયાનથી લઈને એન્ટી ટેરર ઓપરેશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. હવે આ રાઈફલ વુમનને તપાસ નાકાઓ પર પણ તૈનાત કરી દેવામાં આવી છે.
સેનાની કિલો ફોર્સના જીઓસી મેજર જનરલ એચએસ સાહીએ જણાવ્યું કે, આસામ રાઈફલની બટાલિયનમાં રાઈફલ વુમન પણ સામેલ છે. પુરૂષ સૈનિકોની માફક જ તેમણે તમામ કામ કરવા પડે છે. ઘાટીમાં તાજેતરમાં જ બાંદીપોરા અને ગાંદરબલ જિલ્લાના કંગન ખાતે મહિલા સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. તેમને રૂટિન ચેકિંગ અને મોબાઈલ વ્હીકલ ચેક પોઈન્ટ્સ પર પુરૂષ સૈનિકો સાથે તૈનાતી આપવામાં આવી છે. કોઈ પણ ઓપરેશન દરમિયાન મહિલાઓ ઉપસ્થિત હોય તેવા ઘરોમાં દાખલ થઈને તલાશી લેવા દરમિયાન રાઈફલ વુમને પ્રશંસનીય કામ કરી દેખાડ્યું છે.