જમ્મુ-કાશ્મીર ના કુપવાડા જિલ્લામાં ગુરુવારે મચ્છલ સેક્ટરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાએ આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાના પ્રયાસોને નિષ્ફળ બનાવી છે, જે અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરીને જાણકારી આપી છે. પોલીસે ટ્વિટ કરતા જણાવ્યું છે કે, કુપવાડા પોલીસની માહિતીના આધારે મચ્છલ સેક્ટરમાં અથડામણ શરૂ થઈ છે, જેમાં અત્યાર સુધીમાં 5 આતંકવાદીઓને ઠાર કરાયા છે. હાલ ઓપરેશન ચાલી રહ્યું છે.