જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના દ્રાસ ખાતે ચાલી રહેલા સુરક્ષાદળોના એનકાઉન્ટરમાં 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. તે ત્રણેય આતંકવાદી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે સાંજના સમયે સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી અને તે સિવાય મૂલુ ખાતેની અથડામણમાં પણ એક આતંકવાદી ઠાર મરાયો છે.