જમ્મુ કાશ્મિરના શોપિયા Shopian જિલ્લામાં સુરક્ષાબળ સાથે રાતભર ચાલુ રાખેલ સશસ્ત્ર અથડામણમાં, વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મિર પોલીસે રવિવાર 11 એપ્રિલે જણાવ્યુ કે, આ સાથે સુરક્ષાબળ સાથેની સશસ્ત્ર અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા ત્રણ થઈ છે. દક્ષિણ કાશ્મિરના શોપિયા જિલ્લાના હાદીપુરામાં સુરક્ષાબળ અને આતંકવાદીઓ વચ્ચે ગઈકાલથી અથડામણ શરૂ થઈ હતી. જેમાં એક આતંકવાદી તો ગઈકાલ શનિવારે જ માર્યો ગયો હતો.