જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના કાકાપોરા વિસ્તારમાં આવેલા એક ઘરમાં કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ પણ આતંકીઓ પર ફાયરિંગ કર્યું. આ અથડામણમાં 3 આતંકીઓનો ખાતમો થયો છે. એવું કહેવાય છે કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કર એ તૈયબાનો એ આતંકી પણ સામેલ છે જેણે શ્રીનગરમાં બુરખો પહેરીને ભાજપના નેતાના ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું હતું.