આજે સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું. બાદમાં આકરો તડકાએ બફારાનું વાતાવરણ સર્જ્યું હતું. બપોર બાદ ચાર વાગ્યા પછી વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જામકંડોરણા અને ગોંડલ પંથકમાં બપોર પછી કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. કોલીથડ ગામમાં ધોધમાર પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.