જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના એક ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી છે. ઘાયલ વિદ્યાર્થી શાયયાન મુજીબે રુપિયા 2 કરોડના વળતરની માંગ કરી છે. શાયયાન મુજીબનું કહેવું છે કે, 15 ડિસેમ્બરે લાઈબ્રેરીમાં બેઠો હતો, ત્યારે જ હુમલો થયો હતો. જેમાં તેમના બન્ને પગે ફ્રેક્ચર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા જામિયા યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ઘટેલી ઘટનાનો વિડિયો ગઈ કાલે જ સામે આવ્યો છે જેમાં પોલીસ વિદ્યાર્થીઓને મારતી નજરે પડી રહી છે.